પાણી પુરવઠા શાખા
પાણી પુરવઠા શાખા નગરપાલિકા વિસ્તારમાં નાગરિકોને નિયમિત અને શુદ્ધ પીવાના પાણીનો પુરવઠો સુનિશ્ચિત કરવા માટે કાર્યરત છે. આ શાખા દ્વારા પાણી સંબંધિત તમામ કામગીરીનું સંચાલન કરવામાં આવે છે.
૧. પીવાના પાણીનું આયોજન અને વિતરણ
- નગરના તમામ વિસ્તારોમાં નાગરિકોને શુદ્ધ અને પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી ઉપલબ્ધ રહે તે માટે આયોજન કરવું.
- પાણીના વિતરણની યોગ્ય વ્યવસ્થા ગોઠવી તેનું નિયમિત સંચાલન કરવું.
૨. પાણીની ગુણવત્તા અને પરીક્ષણ
- પીવાના પાણીનું નિયમિત ક્લોરીનેશન કરવું.
- દરરોજ પાણીના નમૂનાઓનું ટેસ્ટિંગ કરાવવું.
- સમયાંતરે કેમિકલ અને બાયોલોજિકલ ટેસ્ટિંગ કરાવી સંબંધિત રજીસ્ટરોનું નિભાવ રાખવું.
૩. સંપ, ઓવરહેડ ટાંકી અને જાળવણી
- ભૂગર્ભ સંપ તથા ઊંચી પાણીની ટાંકીઓની નિયમિત સફાઈ, જાળવણી અને મરામત કરાવવી.
૪. લીકેજ શોધ અને મરામત
- પાણીના લીકેજ શોધી તેનું તાત્કાલિક રિપેરિંગ કરાવવું.
- ભવિષ્યમાં લીકેજ ન થાય તે માટે જરૂરી તકેદારી રાખવી.
૫. નવા પાણીના જોડાણો
- નવા પાણીના નળ જોડાણ (Water Connection) આપવા અંગેની કાર્યવાહી કરવી.
- ગેરકાયદેસર પાણીના જોડાણો સામે નિયમ મુજબ કાર્યવાહી કરવી.
૬. પાણીના જોડાણ બંધ કરવાની કાર્યવાહી
- અરજદારની માંગણી મુજબ અથવા પાણી વેરો ભરવામાં બાકી રહેવાના કારણે પાણીના જોડાણ બંધ કરવાની કાર્યવાહી કરવી.
- અન્ય સક્ષમ અધિકારીના આદેશ મુજબ પણ જોડાણ બંધ કરવાની કાર્યવાહી કરવી.
૭. પંપ હાઉસ અને મશીનરીની જાળવણી
- પંપ હાઉસ, મોટર, પંપ તથા મશીનરીની નિયમિત જાળવણી અને મરામત કરાવવી.
૮. ટેન્કર દ્વારા પાણી પુરવઠો
- જરૂરિયાત મુજબ ટેન્કર દ્વારા પાણી પુરવઠો કરવો.
- પાણીના હવાડા ભરવા તથા સ્ટેન્ડ પોસ્ટની જાળવણી કરવી.
૯. સામગ્રી અને સાધનોની ખરીદી
- શાખાની કામગીરી માટે જરૂરી ચીજવસ્તુઓ, સાધનો અને સામગ્રીની ખરીદી કરવી.
૧૦. પાણી સંબંધિત ફરિયાદોનું નિરાકરણ
- ગંદા પાણી, ઓછા દબાણે પાણી મળવું તથા પીવાના પાણી સંબંધિત તમામ ફરિયાદોનું સમયસર નિરાકરણ કરવું.
૧૧. પાણી મીટર વ્યવસ્થા
- મીટર પદ્ધતિથી પાણી પુરવઠો તથા તે સંબંધિત કામગીરી કરવી.
૧૨. પાણીનો બગાડ અટકાવવો
- પીવાના પાણીનો બગાડ અટકાવવા માટે જરૂરી કાર્યવાહી અને જનજાગૃતિ કરવી.
૧૩. વરસાદનું માપન
- વરસાદનું દૈનિક માપન કરી નિયમિત અહેવાલ તૈયાર કરવો.
૧૪. કર્મચારીઓનું સંચાલન
- હાજરી મસ્ટરનું નિભાવ રાખવું.
- કર્મચારીઓની હાજરી, ફરજ, કામગીરી તથા શિસ્તની નિયમિત સમીક્ષા કરવી.
- મૂવમેન્ટ રજીસ્ટર, ડ્રેસ કોડ, ઓળખપત્ર (ID Card) અને ગણવેશનું નિયમિત ચકાસણું કરવું.
૧૫. પાણી પુરવઠા પ્રોજેક્ટ
- પાણી પુરવઠા પ્રોજેક્ટના આયોજન, અમલીકરણ અને સંચાલન સંબંધિત તમામ કામગીરી કરવી.
૧૬. સોલાર સિસ્ટમ સંબંધિત કામગીરી
- નગરપાલિકાના તમામ ઉપક્રમો પર સોલાર સિસ્ટમની મંજૂરી, ઇન્સ્ટોલેશન તથા અમલીકરણ સંબંધિત તમામ કામગીરી કરવી.
પાણી પુરવઠા શાખાની વધુ માહિતી માટે નીચે આપેલ અધિકારીનો સંપર્ક કરવો.
