Chanasma Nagarpalika Slider
Chanasma Nagarpalika Slider

સામાન્ય વહીવટ વિભાગ

સામાન્ય વહીવટ વિભાગ (General Administration Department) એ ચૂંટાયેલ પાંખ (પદાધિકારીઓ) અને વહીવટી પાંખ (કર્મચારીઓ) વચ્ચે સેતુ સમાન છે. સામાન્ય સભા અને કારોબારી સમિતિનું આયોજન તેની સૌથી મહત્વની જવાબદારી છે.


૧. સામાન્ય સભા (General Body Meeting) નું આયોજન
  • સામાન્ય સભા એ નગરપાલિકાની સર્વોચ્ચ સભા છે જેમાં તમામ ચૂંટાયેલા સભ્યો ભાગ લે છે.
  • એજન્ડા તૈયાર કરવો: ચીફ ઓફિસર અને પ્રમુખના પરામર્શમાં રહીને ચર્ચાના મુદ્દાઓ નક્કી કરવું.
  • નોટિસ બજવણી: નિયમ મુજબ એજન્ડા સાથેની નોટિસ સભ્યોને મોકલવી.
  • કોરમની ચકાસણી કરવી.
  • મિનિટ્સ નોંધવી અને પ્રમુખની સહી મેળવવી.
  • પસાર થયેલા ઠરાવોને અમલ માટે સંબંધિત વિભાગને મોકલવા.
૨. કારોબારી સમિતિ (Executive Committee) ની કામગીરી
  • ખર્ચ અને વિકાસ કાર્યોના અંદાજો તથા ટેન્ડરોને મંજૂરી માટે બેઠક બોલાવવી.
  • નગરપાલિકાની આવક-જાવકના હિસાબો રજૂ કરવો.
  • નિયત સમય પર બેઠક યોજાય તેની ખાતરી કરવી.
૩. અન્ય પેટા સમિતિઓનું સંચાલન
  • વિવિધ સ્થાયી સમિતિઓની બેઠકનું આયોજન અને નોંધ રાખવી.
૪. રેકોર્ડ કીપિંગ અને દફતર સંચાલન
  • તમામ ઠરાવો (Resolutions) સાચવી રાખવા.
  • સરકાર તરફથી આવતા પત્રો અને પરિપત્રોની ફાઈલિંગ કરવી.
  • RTI હેઠળ માંગવામાં આવેલી માહિતી પૂરી પાડવી.
૫. ચૂંટણીલક્ષી કામગીરી
  • ચૂંટણી પંચના આદેશ મુજબ વહીવટી મદદ કરવી.
  • નવા ચૂંટાયેલા સભ્યોની પ્રથમ સભાનું આયોજન કરવું.
૬. હોલ દફતર, રજીસ્ટર અને ઓનલાઈન કામગીરી
  • હોલ દફતર અને વિવિધ રજીસ્ટરોનું નિયમિત નિભાવ રાખવો.
  • C.M. ઓનલાઈન, P.G. પોર્ટલ તથા અન્ય ઓનલાઈન ફરિયાદોનું સમયસર નિરાકરણ અને મોનીટરિંગ કરવું.
  • સરકાર તરફથી મળતા ઓનલાઈન સંદેશાઓ, સૂચનાઓ અને પત્રવ્યવહારનું અનુસરણ કરવું.
૭. કોર્ટ કેસ સંબંધિત કામગીરી
  • નગરપાલિકા સંબંધિત કોર્ટ કેસોની વિગતોનું રજીસ્ટર જાળવવું.
  • કોર્ટ કેસોની સમયાંતરે સમીક્ષા કરી સંબંધિત અધિકારીઓ સાથે સંકલન રાખવું.
  • કોર્ટમાં રજૂ કરવાના દસ્તાવેજો અને માહિતી સમયસર ઉપલબ્ધ કરાવવી.
૮. બજેટ, અંદાજપત્ર અને કર સંબંધિત કામગીરી
  • સામાન્ય સભા, કારોબારી સમિતિ તથા અન્ય સમિતિઓ સમક્ષ બજેટ, અંદાજપત્ર અને કર સંબંધિત દરખાસ્તો રજૂ કરવી.
  • કલમ-૨૮૫ હેઠળ કર સંબંધિત ઠરાવોનું મોનીટરિંગ અને અમલીકરણનું અનુસરણ કરવું.
૯. ચૂંટાયેલા સભ્યો સંબંધિત કામગીરી
  • પ્રમુખ, ઉપપ્રમુખ, સભ્યો તથા વિવિધ સમિતિઓને વહીવટી સહાય પૂરી પાડવી.
  • ચૂંટાયેલા સભ્યો તરફથી મળતી અરજીઓ, રજૂઆતો અને પ્રશ્નોનો નિયમ મુજબ નિકાલ કરવો.
૧૦. MP / MLA / LAQ પ્રશ્નોની કામગીરી
  • સાંસદ, ધારાસભ્ય તથા LAQ સંબંધિત પ્રશ્નોના જવાબો તૈયાર કરવા અને સમયસર મોકલવાની કાર્યવાહી કરવી.
૧૧. રાષ્ટ્રીય તથા સ્થાનિક કાર્યક્રમોનું આયોજન
  • ૧૫ ઓગસ્ટ, ૨૬ જાન્યુઆરી, નગર સ્થાપના દિવસ તથા અન્ય સરકારી કાર્યક્રમોનું આયોજન કરવું.
  • કાર્યક્રમો માટે જરૂરી વ્યવસ્થા, આમંત્રણ અને કાર્યવાહીની નોંધ રાખવી.
૧૨. ઉચ્ચ અધિકારીઓની બેઠક અને સંકલન
  • ચીફ ઓફિસર, પ્રમુખ તથા ઉચ્ચ અધિકારીઓની બેઠકોનું આયોજન કરવું.
  • જિલ્લા કક્ષાના અધિકારીઓ, વહીવટદારો અને અન્ય વિભાગો સાથે જરૂરી સંકલન જાળવવું.
૧૩. કલમ આધારિત વહીવટી કામગીરી
  • ગુજરાત નગરપાલિકા અધિનિયમની કલમ-૩૦, કલમ-૯૦ તથા કલમ-૨૮૫ હેઠળની કાર્યવાહી નિયમ મુજબ કરવી.
  • સંબંધિત ઠરાવો અને નોંધોનું જતન તથા અમલીકરણનું અનુસરણ કરવું.
૧૪. નગરપાલિકાની મિલકતો અને જાહેરખબર
  • નગરપાલિકાની મિલકતો પર જાહેરખબર, હોર્ડિંગ્સ અને જાહેરાતો અંગેની પરવાનગી તથા રેકોર્ડનું સંચાલન કરવું.
  • સંબંધિત નિયમોનું પાલન થાય તેની દેખરેખ રાખવી.

સામાન્ય વહીવટ શાખાની વધુ માહિતી માટે નીચે આપેલ કર્મચારીશ્રીનો સંપર્ક કરવો.

ક્રમ
અધિકારીશ્રીનું નામ
હોદ્દો
સંપર્ક નંબર
1
શ્રી ____________________
ખાતાના વડા, સામાન્ય વહીવટ વિભાગ
નોંધઃ આ વેબસાઇટ પર દર્શાવેલ માહિતી,આંકડા કે રકમ નગર સેવા સદન ના રેકોર્ડ પરથી લીધેલ છે. પરંતુ શરતચુક કે અન્ય કારણસર કોઇ પણ પ્રકારની માહિતીમાં ખામી કે ભુલ હોય તો નગર સેવા સદનના રેકોર્ડ પરની માહિતી સાચી ગણવી. આ અંગે વેબસાઇટને કોઇ પણ પ્રકારે જવાબદાર ઠેરવી શકાશે નહી.