આરોગ્ય શાખા
૧. ઘરેથી કચરો સંગ્રહ અને સફાઈ વ્યવસ્થા
- નગરમાં સફાઈ માટે સુવ્યવસ્થિત તંત્ર ગોઠવવું.
- સેગ્રીગેશન (Segregation) સાથે ડોર-ટુ-ડોર કચરો સંગ્રહ તથા રાત્રિ સફાઈની કામગીરી કરવી.
૨. જાહેર સ્થળોની સફાઈ
- જાહેર રસ્તાઓ, શાકમાર્કેટ, બજારો તથા જાહેર સ્થળોની નિયમિત સફાઈ કરવી.
૩. જાહેર શૌચાલયોની જાળવણી
- જાહેર શૌચાલય, મુતરડી તથા Pay & Use Toilet ની સફાઈ અને સંચાલન કરવું.
૪. તળાવ, બગીચા અને પ્રતિમાઓની સફાઈ
- તળાવો, બગીચાઓ અને જાહેર પ્રતિમાઓની નિયમિત સફાઈ તથા જાળવણી કરવી.
૫. વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા
- વરસાદી પાણીના નિકાલ માટે કાંસ, કેનાલ તથા ડ્રેનેજ લાઇનની સફાઈ કરવી.
- વરસાદી પાણીના નિકાલના માર્ગો પરના દબાણો અને અવરોધો દૂર કરવા અન્ય શાખાઓ સાથે સંકલન કરવું.
૬. જાહેર ગંદકી સામે કાર્યવાહી
- જાહેર સ્થળે ગંદકી ફેલાવનાર વ્યક્તિઓ સામે નિયમ મુજબ કાર્યવાહી કરી વહીવટી ચાર્જ વસૂલ કરવો.
૭. હોટલ અને ખાણી-પીણીની દુકાનોનું ચેકિંગ
- લોજ, રેસ્ટોરન્ટ, ખાણી-પીણીની દુકાનો, લારીઓ તથા પાન ગલ્લાઓનું નિયમિત ચેકિંગ કરવું.
૮. મેલેરિયા અને રોગચાળો નિયંત્રણ
- મેલેરિયા તથા અન્ય રોગચાળો ન ફેલાય તે માટે જનજાગૃતિ અને જરૂરી કામગીરી કરવી.
- લાર્વા નિયંત્રણ, ગેમ્બુસિયા માછલી છોડવી, ઓઇલ સ્પ્રે તથા ફોગિંગ જેવી કામગીરી કરવી.
૯. દવા ખરીદી અને દવાનો છંટકાવ
- જરૂરી દવાઓની ખરીદી કરી નગર વિસ્તારમાં દવાનો છંટકાવ કરાવવો.
૧૦. કચરો અને ભંગાર દૂર કરવાની કામગીરી
- કચરાના ઢગલા દૂર કરવા તથા બાંધકામનો કાટમાળ ઉપાડવાની કાર્યવાહી કરવી.
- ખુલ્લા પ્લોટો અને જાહેર જગ્યાઓની સફાઈ કરવી.
૧૧. પ્રતિબંધિત પ્લાસ્ટિક અંગેની કામગીરી
- પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ સામે નિયમ મુજબ કાર્યવાહી કરવી.
૧૨. વ્યસનમુક્તિ અંગેની કામગીરી
- લોકો વ્યસનમુક્ત અને નિરોગી બને તે માટે જનજાગૃતિ અને જરૂરી કાર્યવાહી કરવી.
૧૩. સ્વચ્છતા અને આરોગ્ય જાગૃતિ
- જાહેર સ્વચ્છતા અને આરોગ્ય સંબંધિત જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવું.
૧૪. વર્મી કમ્પોસ્ટ અને ઘન કચરો વ્યવસ્થાપન
- વર્મી કમ્પોસ્ટ સાઇટનું સંચાલન, જાળવણી અને સુપરવિઝન કરવું.
- લેગસી વેસ્ટના નિકાલ સંબંધિત તમામ કામગીરી કરવી.
૧૫. મૃત પશુઓ અને બિનવારસી લાશનો નિકાલ
- મૃત પશુઓ તથા બિનવારસી લાશોના નિયમ મુજબ નિકાલની કામગીરી કરવી.
૧૬. સફાઈ કર્મચારીઓનું સંચાલન
- સફાઈ કર્મચારીઓ પર દેખરેખ, સુપરવિઝન તથા નિયંત્રણ રાખવું.
૧૭. સ્વચ્છતા અભિયાન
- સ્વચ્છતા અભિયાન સંબંધિત વિવિધ કાર્યક્રમોનું આયોજન અને અમલીકરણ કરવું.
૧૮. વાહનો અને સાધનોની જાળવણી
- સફાઈ શાખાના વાહનો અને સાધનોની જાળવણી તથા મરામત કરવી.
૧૯. સફાઈ કર્મચારીઓના કલ્યાણની કામગીરી
- સફાઈ કર્મચારીઓના કલ્યાણલક્ષી કાર્યક્રમોનું આયોજન અને અમલીકરણ કરવું.
૨૦. આરોગ્ય કેમ્પ અને પર્યાવરણલક્ષી કામગીરી
- આરોગ્ય કેમ્પનું આયોજન કરવું.
- આરોગ્ય અને પર્યાવરણલક્ષી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન તથા અમલીકરણ કરવું.
૨૧. મેન્યુઅલ સ્કેવેન્જર્સ સંબંધિત કામગીરી
- મેન્યુઅલ સ્કેવેન્જર્સ (Manual Scavengers) સંબંધિત તમામ કામગીરી કરવી.
૨૨. હોટલ અને રેસ્ટોરન્ટ માટે સ્વચ્છતા પ્રમાણપત્ર
- હોટલ અને રેસ્ટોરન્ટને સ્વચ્છતા પ્રમાણપત્ર આપવાની તથા સમયાંતરે તપાસ કરવાની કામગીરી કરવી.
૨૩. વૃક્ષારોપણ અને બગીચા સંચાલન
- વૃક્ષારોપણ, હાલના વૃક્ષોની જાળવણી તથા બગીચાઓનું સંચાલન કરવું.
- નગર વિસ્તારમાં આવેલા ઝાડ સંબંધિત કામગીરી કરવી.
૨૪. ડી-વોટરિંગ કામગીરી
- વરસાદી પાણીનું ડી-વોટરિંગ કરવું તથા પાણી ભરાવાની સમસ્યાનો નિકાલ કરવો.
૨૫. સ્વચ્છતા સ્પર્ધા અને ઝુંબેશ
- સામૂહિક સફાઈ ઝુંબેશ, Ward Beauty Contest તથા શ્રેષ્ઠ સફાઈ કર્મચારી સંબંધિત કાર્યક્રમોનું આયોજન કરવું.
૨૬. કતલખાના સંબંધિત કામગીરી
- કતલખાના સંબંધિત તમામ વહીવટી અને નિયમનકારી કામગીરી કરવી.
૨૭. કોરોના મહામારી સંબંધિત કામગીરી
- કોરોના મહામારી તથા અન્ય જાહેર આરોગ્ય આપત્તિ દરમિયાન સરકારની માર્ગદર્શિકા મુજબ જરૂરી કામગીરી કરવી.
આરોગ્ય શાખાની વધુ માહિતી માટે નીચે આપેલ કર્મચારીશ્રીનો સંપર્ક કરવો.
