NULM શાખા
૧. NULM અને NULM યોજનાઓ સંબંધિત કામગીરી
- NULM (National Urban Livelihood Mission) તથા સંબંધિત તમામ યોજનાઓની કામગીરી કરવી.
- તાલીમ વર્ગોનું આયોજન, બેંકેબલ લોન કેસો, બચત મંડળો, સખી મંડળો, સ્વ-સહાય જૂથો (SHG) તથા અન્ય સંબંધિત કામગીરી કરવી.
૨. BPL પરિવારો માટેની યોજનાઓ
- BPL પરિવારો માટેની વિવિધ સરકારી યોજનાઓના અમલીકરણ સંબંધિત કામગીરી કરવી.
૩. BPL સર્વે અને કાર્ડ સંબંધિત કામગીરી
- BPL સર્વેની કામગીરી કરવી.
- BPL કાર્ડ ઇશ્યૂ કરવાં, રદ કરવાં, સુધારા-વધારા તથા સંબંધિત તમામ કાર્યવાહી કરવી.
૪. BPL યોજનાકીય સર્વે
- BPL પરિવારો માટે વિવિધ યોજનાકીય સર્વે હાથ ધરી જરૂરી માહિતી એકત્રિત કરવી.
૫. ગરીબ કલ્યાણલક્ષી કામગીરી
- ગરીબ કલ્યાણલક્ષી વિવિધ યોજનાઓ અને કાર્યક્રમોનું અમલીકરણ કરવું.
૬. નાગરિક મંડળો સાથે સંકલન
- નગરના વિવિધ વર્ગોના નાગરિક સમૂહો જેમ કે સિનિયર સિટીઝન્સ, નિવૃત્ત અધિકારી-કર્મચારી મંડળ, મહિલા મંડળ તથા અન્ય સંસ્થાઓ સાથે સંપર્ક અને બેઠકો યોજવી.
- નગરપાલિકાના વિકાસ કાર્યોમાં તેમનો સહયોગ અને જનભાગીદારી પ્રાપ્ત કરવી.
૭. NGO અને સામાજિક સંસ્થાઓ સાથે સંકલન
- NGO, નવરાત્રિ મંડળો, સામાજિક મંડળો તથા અન્ય સંસ્થાઓ સાથે સંકલન જાળવી નગર વિકાસમાં તેમની ભાગીદારી સુનિશ્ચિત કરવી.
NULM શાખાની વધુ માહિતી માટે નીચે આપેલ કર્મચારીશ્રીનો સંપર્ક કરવો.
