ટી.પી. શાખા (TOWN PLANNING BRANCH)
૧. વિકાસ પરવાનગી (Building Permission) સંબંધિત કામગીરી
- નગર વિસ્તારમાં વિકાસ પરવાનગી (Building Permission) સંબંધિત તમામ કામગીરી કરવી.
- બિલ્ડિંગ પ્લાનની મંજૂરી તથા બાંધકામ પરવાનગી આપવાની કાર્યવાહી કરવી.
૨. ગેરકાયદેસર બાંધકામ સંબંધિત કાર્યવાહી
- ગેરકાયદેસર અથવા પરવાનગી વિના થયેલા બાંધકામ સામે કાર્યવાહી કરવી.
- લોકોની રજૂઆત અથવા સુઓ-મોટો (Suo Moto) આધારે ગેરકાયદેસર બાંધકામ અટકાવવા તથા દૂર કરવાની કાર્યવાહી કરવી.
૩. કેબલ લાઇન અને ગેસ લાઇન મંજૂરી
- નગરપાલિકા વિસ્તારમાં કેબલ લાઇન, ગેસ લાઇન તથા અન્ય યુટિલિટી લાઇન નાખવા માટે જરૂરી મંજૂરી આપવાની કામગીરી કરવી.
૪. ડેવલપમેન્ટ પ્લાન (Development Plan)
- ડેવલપમેન્ટ પ્લાન (Development Plan) સંબંધિત તમામ કામગીરી કરવી.
૫. ટાઉન પ્લાનિંગ યોજના (Town Planning Scheme)
- નગર વિકાસ યોજના (Town Planning Scheme - T.P. Scheme) સંબંધિત તમામ કામગીરી કરવી.
૬. જાહેર જમીન અને ખુલ્લી જગ્યાઓનું સંરક્ષણ
- નગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિસ્તારમાં ખુલ્લી જમીન, રસ્તા, પ્લોટ, તળાવો, નાળાં વગેરે પર થયેલા ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની કાર્યવાહી કરવી.
૭. પ્રધાનમંત્રી આવાસ યોજના
- પ્રધાનમંત્રી આવાસ યોજના (BLC, AHP) સંબંધિત તમામ કામગીરીનું સંચાલન અને અમલીકરણ કરવું.
ટી.પી. શાખાની વધુ માહિતી માટે નીચે આપેલ કર્મચારીશ્રીનો સંપર્ક કરવો.
