નમસ્કાર,
વંદે માતરમ,
ચાણસ્મા નગરપાલિકાની સ્થાપના વર્ષ ૧૯૬૦ના દાયકામાં કરવામાં આવી હતી અને ત્યારથી આજદિન સુધી નગરપાલિકા શહેરના નાગરિકોને પીવાનું પાણી, સફાઈ, ગટર વ્યવસ્થા, રસ્તાઓ, સ્ટ્રીટલાઇટ જેવી પ્રાથમિક તથા આવશ્યક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા સતત પ્રયત્નશીલ રહી છે. નગરના સર્વાંગી વિકાસ માટે નગરપાલિકા હંમેશા પ્રતિબદ્ધ રહી છે.
નગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને વધુ પારદર્શક, ઝડપી અને સુવિધાસભર સેવાઓ પૂરી પાડવા માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ વધારવામાં આવી રહ્યો છે. નાગરિકોને નગરપાલિકાના વિવિધ વિભાગોની માહિતી સરળતાથી પ્રાપ્ત થાય અને તેઓ નગરના વિકાસમાં સહભાગી બની શકે તે હેતુસર આ ડિજિટલ સેવાઓનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
ચાણસ્મા નગરપાલિકાની વેબસાઇટ શરૂ કરવામાં આવે છે તે પ્રસંગે મને આનંદ અને ગૌરવની લાગણી થાય છે. મિલકત વેરો, વ્યવસાય વેરો, જન્મ-મરણ નોંધણી, ફરિયાદ વ્યવસ્થા સહિતની વિવિધ સેવાઓનું કોમ્પ્યુટરાઇઝેશન કરીને અમે ઇ-ગવર્નન્સ તરફ મહત્વપૂર્ણ પગલું ભર્યું છે.
નગરના વિકાસ અને પ્રગતિ માટે નાગરિકોની સહભાગિતા ખૂબ જ જરૂરી છે. આપના સૂચનો, અભિપ્રાયો અને સહકારથી ચાણસ્મા નગરને વધુ સ્વચ્છ, સુવ્યવસ્થિત અને વિકાસશીલ બનાવવા માટે અમે પ્રતિબદ્ધ છીએ.
ચાણસ્મા શહેરના વિકાસ માટે આપના અમૂલ્ય સૂચનો હંમેશા આવકાર્ય રહેશે.
આભાર.
